મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કળિયુગી પુત્રે પોતાના જ માતા-પિતા ઉપર બ્લેડ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ થયા છે.
\r\n\r\n\r\n\r\n
મળતી માહિતી મુજબ, લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક રહેતા હસમુખલાલ ત્રિભુવનદાસ સુથાર અને તેમની પત્ની ચંદ્રિકાબેન સુથાર પર તેમના જ પુત્ર બાલકૃષ્ણ સુથારે બ્લેડ વડે હુમલો કર્યો હતો. હુમલામાં પિતા હસમુખલાલના ગળા અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
\r\n\r\nFollow the Khabreelal News channel on WhatsApp Join › \r\n\r\n
માતા ચંદ્રિકાબેનને પણ ગળા અને હાથ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
\r\n\r\n\r\n\r\n
આપઘાતનો પ્રયાસ
\r\n\r\nહુમલા બાદ આરોપી પુત્રે પોતાનો હાથ કાપીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 ઇમરજન્સી ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પિતા-માતા તથા આરોપી પુત્રને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે ગોધરા રિફર કરવામાં આવ્યા હતા.
🏪 आपके शहर के ऑफर
\r\n\r\n
ધરપકડ અને પોલીસ તપાસ
\r\n\r\nનાયબ જિલ્લા પોલીસ વડા કમલેશ વસાવાએ જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછમાં બાલકૃષ્ણે કબૂલાત કરી છે કે માતાની તબિયત સારી ન રહેતી હોવાના કારણે તેણે ગુસ્સામાં આવી માતા-પિતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
\r\n\r\n\r\n\r\n
મળતી માહિતી મુજબ, બાલકૃષ્ણ અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો. પિતા હસમુખલાલ મશીન રિપેરિંગનું કામ કરતા હતા જ્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે.
\r\n\r\n\r\n\r\n
લોકપ્રતિક્રિયા
\r\n\r\nલુણાવાડા શહેરમાં આ ઘટનાથી ભારે ચકચાર મચી છે. લોકોમાં ગુસ્સો અને શોકનો માહોલ છવાયો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે હાલ સઘન તપાસ હાથ ધરી છે અને માતાની સારવાર ચાલુ છે.
Sabse pehle comment karne wale banein.